Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

સગા-વહાલા..

 

ઘાવો સહ્યા કર્યા બધાં આછેરાં સ્મિત સાથે;

શું કરું! મારનાર કોઇ સગાં હતાં,કોઇ વહાલા !

-નિમિશા.

તોફાની…

વાત તો અમથી અને નાની હતી,
તોય જો થઇ કેવી બદનામી હતી.
ફૂલે હવાને કાનમાં કહયું’તું કશુંક,
ને પછી થઇ હવા તોફાની હતી..!
-નિમિશા

जिंदगी के पन्ने…

लम्हा लम्हा यूं ही जिंदगी कट जाएगी,

और चंद साँसें ही बस बाकी रह जायेंगी,

पलट कर देखेंगे तब जिंदगीके पन्ने हम,

कसम से,

हर पन्ने पर आपही की तसवीर नजर आयेगी…

-निमिशा.

मेरी आवाज…

 

खामोश वादीयोंमें गूंजती आवाज हो तुम,

मेरी हर एक धडकन का साझ हो तुम ।

जिंदा हूं तुम्हीसे ! और क्या कहुं ऐ दोस्त,

मेरी हर ख्वाहीश, हर परवाज हो तुम ।

-निमिशा.

આંખો ફરી આજે બળવા લાગી છે,

આવ્યા આંસુ! હવે ઠરવા લાગી છે.

ઝખમો જુના બધા સુકાય કેમ કરી?

યાદોની ખંજર એ ખોતરવા લાગી છે.

હાલત સુક્કાભઠ રણ ની જોઇને,

રેતી વાદળને કરગરવા લાગી છે.

ખરતા ફૂલના વિયોગમાં, દોસ્તો,

ડાળી એક મૂળથી તુટવા લાગી છે.

મીઠા પાણીની મીન છે તેથી તો;

સાગરમાં એ તડફડવા લાગી છે.

‘નિશા’ના ઘોર અંધકારને ટાળવા,

ચંદ્રની ચાંદની ચમકવા લાગી છે.  

-નિમિશા.

आंखोंमें नमी-सी है…

First two lines are based on Shri Jagjit Singh’s gizal…(Not sure…!)
I have heard somewhere…..

आज फिर आंखोंमें नमी-सी है,
जिंदगी में कुछ कमी-सी है..

चांद भी आज बुझा बुझा-सा है,
रात भी तो थमी थमी-सी है..

यादों के फूल खिल रहे हैं कहीं,
सांसों में महक आपकी-सी है..

युं तो हूं मैं नदी एक प्यार भरी-
फिरभी एक प्यास अनबुझी-सी है..

सब कुछ लगता है धुंआ धुंआ-सा
अरमानोंकी चिता अधजली-सी है..

आज फिर आंखोंमें नमी-सी है,
जिंदगी में कुछ कमी सी है..

-निमिशा.

एक तडपती शाम…

आज फिर सवेरे के लिए तडपती शाम को मैंने समझाया;

“जो कभी नहीं मिल सकता,

क्यों उसके लिये तडपती हो ??”

वह बोली, ” क्या करुं ? मेरा वजुद भी तो उसीसे है !!!”

-निमिशा.

ગમે…

વાત મારી સાંભળે તો પણ ગમે,
ને કદી ન સાંભળે તો પણ ગમે.

આ મારો અહમ ને આ હોવાપણું
તુજ સામે ઓગળે તો પણ ગમે.

હું ક્યાં કહું છું તું ધોધમાર વરસ,
તુંતો ઝરમર વરસે તો પણ ગમે.

તુજને છુપાવું હું પાંપણ ભીતરે
તું એ નૈનોથી ખરે તો પણ ગમે.

શોધું હું ચહુકોર તો તું ના મળે,
બંધ આંખોમાં રહે તો પણ ગમે.

ચાહું છું હું ફક્ત બે બુંદ પ્રેમની
ને તું નફરત કરે તો પણ ગમે.

સાદ દે ‘નિશા’ તારા નામનો ને-
તું એક હોંકારો ભરે તો પણ ગમે.

-નિમિશા.

મારું મંદિર…..

ચાર દિવાલ ઉભી કરીને એક મકાન બંધાવ્યું..

 એ મકાનનાં આંગણામાં તુલસી વાવી, ને વાવ્યા લાગણીના કેટલાંક છોડ….ખુબ જતન કરી એ બધાને ઉછેર્યાં…

એ મકાન હવે ઘર બન્યું..!!

 

એક દિવસ તુલસીપર મો’ર આવ્યાં,

ને લાગણીઓના છોડ પર પણ ફૂલ આવ્યા,,,,સુખ ને શાંતિરુપી ફૂલ….

 

હે પ્રભુ !

એ ફૂલ મેં ઘરનાં દેવળમાં તારા ચરણે ધર્યાં…

 ને મારું ઘર જાણે પવિત્ર મંદિર બની ગયું….!!

 

હવે એટલું જ ઇચ્છું છું, પ્રભુ !

કે જેમ તારા મંદિરે આવીને બધા પોતાનાં દુખ-વિષાદ તારા ચરણે ધરીને, હળવા થઇને, પરમ શાંતિ પામીને જાય છે..

 

એમજ આ મંદિરમાં પણ જે કોઇ આવે એ શાતા પામે,,,,

બે ઘડી તો બે ઘડી, પોતાના દુખ દર્દ ભુલી શકે ને મોકળા મને હસી શકે…

 

બીજું તો કઇં પણ કરી શકવા સમર્થ નથી,,,પરંતુ… 

કોઇના હોઠો પર ફક્ત સ્મિત લાવી શકું તો પણ આ જીવન સાર્થક લેખીશ હું, પ્રભુ !!!

 

સર્વે ભવન્તુ સુખીન:  

સર્વે સન્તુ નિરામયા:  

સર્વે ભદ્રાણી પશ્યન્તુ

મા કશ્ચિદ દુ:ખ માપ્નુયાત્ …

 

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

-નિમિશા.

વિચારોનાં વમળમાં….

વૃક્ષ પરનું પર્ણ જેમ હવામાં લહેરાઇને જેમ હળવેકથી પાણીમાં પડે;
એમ જ તમારી યાદો હળવેકથી મારા અંતરમાં આવે છે,,,
ને
વિચારોનાં વમળ રચાય છે….
હું ડૂબવા લાગું છું,,,
એ વમળમાં..
ને ખેંચાતી જાઉં છું,,,
ક્યાંય સુધી……………

-નિમિશા.